જમ્મૂમાં સિઘ્ર વિસ્તારમાં એક જ પરિવારના છ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તંત્રમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે એક સાથે છ લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તમામ પાર્થિવ દેહને સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. એક સાથે પરિવારના છ લોકોના મોત કઈ રીતે થયા તેને લઈને પોલીસે હજુ સુધી કોઈ જ ખુલાસો કર્યો નથી, જેને લઈને સ્થાનિકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી અને ભય ફેલાઈ રહ્યો છે.
નોંધનીય છે કે કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં મંગળવારે જ બે પંડિત ભાઈઓને ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી એકનું મોત નીપજ્યું છે. આ મામલે હજુ તપાસ કરવામાં જ આવી રહી છે ત્યાં જમ્મૂની ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.
મી છે.