ભાવનગરમાં રૂવાપરી માતાજી મંદિરના ૫૭૯ માં પાટોત્સવ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞમાં ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને નવચંડી યજ્ઞમાં બેસી પૂજા વિધિ કરી હતી.
ભાવનગર શહેરીજનોની અનન્ય શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન નગરદેવી મોટા રૂવાપરી માતાજીના મંદિરે ૫૭૯માં પાટોત્સવની પરંપરાગત રીતે હર્ષાલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે ગત બે વર્ષથી મંદિરમાં પાટોત્સવની સાદગીભેર ઉજવણી કરાઈ હતી. હવે કોરોના હળવો થતા મંદિરમાં માઈભક્તો બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
રાજાશાહી વખતથી પ્રતિવર્ષ દરમિયાન શ્રાવણ માસના ચારેય સોમવાર, સાતમ-આઠમ, ભાદરવી અમાસે ભાતીગળ લોકમેળો ભરાય છે. જે ગત બે વર્ષથી કોરોનાને કારણે બંધ રહ્યો હતો. જાેકે, આ વર્ષે કોરોના હળવો થતા શ્રાવણ માસમાં ખાસ કરીને સાતમ-આઠમ પર્વ માઇભક્તોની ભારે ભીડ જાેવા મળશે.