ફલેગ કોડ ઓફ ઇન્ડીયા-૨૦૨૨ની જાેગવાઇઓ મુંજબ જ્યારે પણ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ નુકશાન પામે કે ફાટી જાય તો તેને ફેકી ન દેતા રાષ્ટ્રધ્વજને અપારદર્શક કરરમાં પેક કરીને ઘરમાં રાખી શકાય છે. અથવા તો રાષ્ટ્રધ્વજને અપારદર્શક કવરમાં પેક કરીને માનભેર અગ્નિદાહ આપી શકાય છે. પરંતુ રાષ્ટ્રધ્વજને કયારેય પણ ખુલ્લામાં કે પેક કરીને પણ કોઇ જાહેર સ્થળે નાંખી શકાતો નથી. તેમજ કોઇપણ શહેરીજનોને આપણો રાષ્ટ્રધ્વજ રસ્તા પર મળી આવે કે કોઇ જાહેર સ્થળ પર નુકશાનીવાળો કે ફાટી ગયેલ રાષ્ટ્રધ્વજ ધ્યાનમાં આવે તો તેને ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે કેન્દ્રીય રજીષ્ટ્રી શાખામાં તેને જમા કરાવી શકાશે.
જે ધ્યાને લેવા શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.