ભાવનગર શહેરના ઘોઘારોડ ખાતે આવેલ મોટા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના પર્વે તા.૧૮ના રોજ ભાતીગળ લોકમેળો યોજાશે જેમાં નાના મોટા ચકડોળો, નાની મોટી રાઇડ્સો તેમજ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ ધારકો વેચાણ કરશે તેમજ ભાવનગર શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો શીતળા માતાજીના દર્શન કરવા આવશે. લોકોની સુખાકારી માટે શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરાશે. જેથી કોઇને મુશ્કેલી પડે તો સમિતિના પ્રમુખ ઉદયભાઇ મકવાણા, ભરતભાઇ મોણપરા, સાજણભાઇ સાટીયા, પ્રભાશંકર દાદા, અનીલસિંહ ગોહિલ, ચંદુભાઇ મેર, જગજીવન યાદવ, મોહનભાઇ પટેલ, હરેશભાઇ દીહોરા, દીનુબેન બારૈયા, શંકરભાઇ મકવાણા સહિત ટીમ જહેમત ઉઠાવી રહી છે.