ભાવનગરના ઘોઘાગેટ, બિઝનેસ સેન્ટર પાસેથી ચોરી થયેલ મોટરસાઇકલ સાથે એસ.ઓ.જી.પોલીસે બે શખ્સને ઝડપી લઈ સી.ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.
એસ.ઓ.જી.પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગરના બિઝનેસ સેન્ટર , રૂપમ ચોક પાસેથી ચોરાયેલ હિરો એચ.એફ ડીલક્ષ મો.સા. સાથે અલ્તાફભાઇ ઉર્ફે કીંગ સિકદંરભાઇ મકવાણા ઉ.વ .૨૨ , રહે . બાપેસરા કુવા , હનફીયા મસ્જિદવાળો ખાંચો , ભાવનગર તથા મોહસીન ઉર્ફે મોસલો સિકદંરભાઇ શાહમદાર ઉ.વ .૨૩ , રહે હાલ કાછીયાવાડ ઝરીનાબેન ખાટકીના મકાનમાં ભાડેથી , ભાવનગર મુળ વાકાંનેર , કુંભારવાડા તા.વાકાંનેર , જી.મોરબીવાળાને શંકાસ્પદ રજીસ્ટ્રેશન કાગળો વિનાના હિરો એચ.એફ ડીલક્ષ મો.સા. કિ.રૂ .૨૫,૦૦૦ સાથે મળી આવતા આ મો.સા.ના એન્જીન , ચેચીસ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનથી તપાસ કરતા આ મોટર સાયકલની ચોરી અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હોય કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે…..