રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ છે. તો બીજી બાજુ તંત્ર ઉદાસીન. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો ભોગ બની રહ્યા છે. શું સરકાર પાસે કોઈ યોગ્ય વિકલ્પ નથી.? આવા અનેક સવાલ ગુજરાતની જનતા કરી રહી છે ત્યારે રખડતા પશુના મુદ્દે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે.
શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ આદેશ કરતાં જણાવ્યું છે કે રખડતાં ઢોર મુદ્દેની કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુથી અકસ્માતના વધતાં બનાવ બાદ આ કડક સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ ઝડપે થશે કારણ કે રિપોર્ટમાં કામ દેખાડવું પણ જરુંરી છે.