બોટાદના બરવાળા કેમિકલ કાંડમાં અનેક જીંદગીઓનો ભોગ લેવાઇ ગયો ત્યારે આ મામલો કેમિકલ સપ્લાઇ કરનાર AMOS કંપનીના માલિકને સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સમન્સ પણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેના પર બોટાદ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી જોકે આ મામલે ગ્રામ્ય કોર્ટે એમોસ કંપનીના ડાયરેક્ટરોની આગોતરા જામીનની અરજી ફગાવી છે.
મહત્વનું છે કે લુક આઉટ નોટિસ બાદ ડિરેક્ટર સમીર પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી જેમાં અરજીમાં પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની દલીલ કરતા આગોતરા જામીનની અરજી કરી હતી જેણે કોણે નકારી દીધી છે. આ મામલે સરકારી વકીલે નિવેદન આપતા કહ્યું કે આરોપીઓને વારંવાર બોલાવાયા છતાં હાજર રહ્યાં નથી, માનવવધના ગુનાહિત કૃત્ય સહિતના ગુનામાં તપાસ ચાલુ છે. મૃતકો-અસરગ્રસ્તો માટે એમોસ કંપની-ડાયરેક્ટરો સીધા જવાબદાર છે. કંપની દ્વારા મિથેનોલ આલ્કોહોલનું વેચાણ કરાતું હોવાનું કોર્ટે નોંધ્યુ છે.
નશાબંધી અને આબકારી વિભાગે અમદાવાદ સ્થિત AMOS કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવાનું લાયસન્સ રદ કર્યું હતું, ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું મિથેનોલ કેમિકલ AMOS કંપનીમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યું હતું. ઉપરાંત AMOS કંપનીએ ફિનાર કંપનીમાંથી આ કેમિકલ લીધું હતું. લઠ્ઠાકાંડ થયા બાદ AMOS કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પણ કંપનીમાંથી કેમિકલ મળી આવ્યું હતું.
AMOS કંપનીના માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. જેઓના રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે. આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.