અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટ કાબુલની એક મસ્જિદમાં થયો. બ્લાસ્ટમાં 20 જેટલા લોકોના મોત અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવના છે. મગરીબની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો. હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે.
કાબુલની ઇમરજન્સી હોસ્પિટલે જણાવ્યું કે, કુલ 27 લોકોને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 5 બાળકો પણ સામેલ છે. કાબુલ શહેરના સર-એ-કોટલ ખૈરખાનામાં આ બ્લાસ્ટ થયો.