ભાવનગરમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન ધારાસભ્ય વિભાવરીબેન દવેના પ્રેરણાથી રાંધણ છઠ્ઠ, સાતમ અને આઠમ એમ ત્રણ દિવસ થયું છે. પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જીજ્ઞેશ કવિરાજે જમાવટ કરી હતી. જ્યારે આજે ગીતાબેન રબારી તથા આવતીકાલે કિર્તી સાગઠીયા લોકોને ડોલાવશે.
જવાહર મેદાનમાં કલરફુલ રોશની સાથે ચકડોળ અને વિવિધ રાઇડ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ બાળકો માટે આ મેળો યોજવામાં આવ્યો છે. લોકમેળામાં પ્રથમ દિવસે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી હતી.