મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મોડી સાંજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં સાંસદ ડો.શ્રીમતી ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોએ તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા માટે ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્યા, સંગઠન મહામંત્રી અરૂણભાઇ પટેલ, ડી.બી. ચુડાસમા, કલેક્ટર યોગેશ નિરગુડે,, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.