દાઠા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે જાગધાર ગામે જુગાર અંગે દરોડો પાડતા જુગાર રમતા રઘુભા ઉર્ફ ઘુઘુભા રણુભા સરવૈયા ઉ.વ. ૫૫ રહે મોટી જાગધાર, ગીગા રુખડભાઈ કામળીયા ઉ.વ.૩૫ રહે લોંગડી, ભરતસિંહ દિલુભા સરવૈયા ઉ.વ. ૩૮ મોટી જાગધાર, કિરીટસિંહ દાદુભા સરવૈયા ઉ.વ.૩૪ રહે મોટી જાગધાર, સહદેવસિંહ રણુભા સરવૈયા ઉ.વ.૪૦ રહે.મોટી જાગધાર, વાસુર જીણાભાઇ સોલંકી ઉ.વ.૩૪, રાજુ લુણસીભાઈ કામળીયા ઉ.વ.૨૬ રહે ભગુડા, વિપુલ શામજીભાઇ શિયાળ ઉ.વ.૨૩ રહે.મોટી જાગધાર, ગીગા લુણસીભાઈ કામળીયા ઉ.વ.૨૮ રહે ભગુડા, નરેન્દ્રસિંહ અજીતસિંહ સરવૈયા ઉ.વ.૨૫ રહે મોટી જાગધાર,ભગીરથસિંહ જયુભા સરવૈયા ઉ.વ. ૨૪ રહે મોટી જાગધાર વાળાની રૂ.૨૨,૭૦૦ની રોકડ, ૪ મોટરસાયકલ સહિત રૂ. દોઢ લાખ ના મુદામાલ સાથે ધરપકડ કરી ગુનો નોંધી લોક અપ હવાલે કર્યા હતા.