ભાવનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ નવ સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમતા ૪૭ ખેલૈયાઓને રૂપિયા ૯૧ હજાર રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.
ભાવનગરના કુંભારવાડા, નારી રોડ,અવેડા પાસે જુગાર રમતા ચાર ઈસમ અકરમ આલમભાઈ શેખ, જય અશ્વિનભાઈ મકવાણા, અજય સુરેશભાઈ હયાણી અને મહેશ રાજુભાઈ મકવાણાને બોરસાળા પોલીસે રૂ.૫૧૨૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત કુંભારવાડા,નારી રોડ વિસ્તારમાં જુગાર રમતા પ્રવીણ ભગવાનભાઈ પીપરીયા, મનીષ લાલજીભાઈ રાઠોડ, રવિ જગદીશભાઈ મકવાણા, મહેશ રમેશભાઈ પરમાર, રાજુ ગોબરભાઇ મકવાણા, પંકજ ધનાભાઈ મકવાણા, મહેશ રામાભાઈ મકવાણા, રોહિત જલારામભાઈ દુધરેજીયા અને નીતિન કાનજીભાઈ ઝાલાને રૂપિયા ૧૫૩૬૦ રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરના વડવા, બાપેસરા કુવા પાસે આવેલ રવાભાઈની શેરીમાં જુગાર રમતા આઠ ખેલૈયાઓ અભય મનુભાઈ દવે, મોહસીન ઈસુબભાઈ ઘોઘારી, રફીક અલીભાઈ મકવાણા, મતીનખાન અબુલહસન પઠાણ, અખ્તર અલારખભાઈ મોગલ, મહેશ રાધેશ્યામભાઈ હરિયાણી, આદિલ હાસમભાઈ ઘોઘારી અને આસિફ ઈકબાલ પઠાણને રોકડા રૂપિયા ૨૫ હજાર સાથે ઝડપી લીધા હતા.
જેસર તાલુકાના કદમ્બરગીરી ગામમાં જુગાર રમતા ચાર શખ્સ રમેશ હનાભાઈ પરમાર, પ્રવીણ ઝીણાભાઈ મકવાણા, મનસુખ ધારશીભાઈ ચૌહાણ અને નિકુલ ભુપતભાઈ ભેડાને જેસર પોલીસે રૂપિયા ૨૮૪૦ રોકડા સાથે ઝડપી જીતા હતા.
ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામમાં ગારીયાધાર પોલીસે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા રવિ નાનજીભાઈ પાટડીયા, લાલજી મધુભાઈ મકવાણા, જગદીશ ભુપતભાઈ મકવાણા, મુકેશ ગિરધરભાઈ પાટડીયા, સુરેશ રામજીભાઈ ડાભી, અશ્વિન વલ્લભભાઈ રાદડિયા અને ભરત કાનજીભાઈ બોરીચાને રૂ.૧૦,૨૧૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. ઉપરાંત વેળાવદર ગામમાં પણ દરોડો પાડી પોલીસે જયસુખ મગનભાઈ વાઘેલા, કાંતિ ભીમાભાઇ કોળી, કનુ વલ્લભભાઈ કોળી અને મનસુખ મનજીભાઈ કોળીને જુગાર રમતા ઝડપે લઈ રૂ.૪૦૮૦ રોકડા કબજે કર્યા હતા.
તળાજાના શિવ પ્લોટ વિસ્તારમાં તળાજા પોલીસે જુગાર રમતા હિતેન્દ્રસિંહ વજુભા જાડેજા, મહાવીરસિંહ અરવિંદસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ગીરાવનસિંહ ગોહિલ, કૃષ્ણરાજ સિંહ સુરપાલસિંહ ઝાલા અને વિશ્વરાજસિંહ જયુભા વાળાને ઝડપી લઈ રૂ.૧૩૬૫૦ રોકડા કબ્જે કર્યા હતા.
સિહોર પોલીસે તાલુકાના ભડલી ગામમાં જુગાર રમતા વિનુ ભુસાભાઈ મોરી, પ્રવીણ જાેરુભા ગોહિલ અને ઝવેર પરસોતમભાઈ ખસિયાને રૂપિયા ૧૩,૦૫૦ રોકડા તેમજ વરલ ગામના દેવીપુજક વાસ વિસ્તારમાં જુગાર રમતા સુનિલ ધીરુભાઈ સોલંકી અશ્વિન રમેશભાઈ વાઘેલા અને પ્રવીણ બાબુભાઈ ડાભીને રૂપિયા ૧૭૦૦ રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
દાઠાના સખવદર અને પ્રતાપરા ગામેથી જુગાર રમતા ૧૫ પકડાયા
દાઠા પોલીસે પૂર્વ બાતમીના આધારે સખવદર ગામે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા મથુર પોપટભાઈ મકવાણા, મનુ સોમાભાઈ બારૈયા, રામભાઈ મનુભાઈ ચૌહાણ, હિતેશ ધીરુભાઈ વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો મેઘજીભાઈ ડોડીયા, પંકજ ઘુસાભાઇ ગોહિલ, મુકેશ ધનજીભાઈ શિયાળ તથા રમેશ મેઘજીભાઈ મકવાણાને ૩,૮૫૦ની રોકડ સાથે રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી
આ ઉપરાંત પ્રતાપરા ગામે દોરડો પાડી જાહેરમાં જુગાર રમતા નિકુલ બટુકભાઈ ભાલીયા, રમેશ ધીરુભાઈ ભાલીયા તથા નટુ કાનજીભાઈ ભાલીયા અને સંજય માવજીભાઈ ભાલીયાની રૂપિયા ૨૧૦૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી પ્રતાપરા ગામે બીજા દરોડામાં જાહેરમાં જુગાર રમતા નાનજી નાજાભાઇ ભાલીયા, હિંમત વેલાભાઇ વાઘેલા તથા ભરત ઉર્ફે બડીયો નાજાભાઇ ભાલીયા ની રૂા.૧૦,૮૩૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી આ દરોડામાં એક શખ્સ નાસી છૂટ્યો હતો