તીર્થધામ પાલીતાણા ખાતે જાત્રાએ આવેલા રાજસ્થાનના ભાવિકના સોનાના ચેનની ઝડપ થતાં પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજસ્થાનના બાડમેરમાં રહેતા જગદીશપ્રસાદ પ્રભુલાલ જૈન પાલીતાણા ખાતે જાત્રાએ આવ્યા હોય ગઈકાલે તેઓ પાલીતાણાની ગજભવન ધર્મશાળાથી તળેટીએ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આર એમ ડી હોસ્પિટલની ચોકડીવાળા રસ્તે કોઈ અજાણ્યો ઈસમ જગદીશ પ્રસાદે પહેરેલ દોઢ તોલાનો સોનાનો ચેઇન કિં. રૂ. ૪૦,૦૦૦ ઝૂંટવી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે જગદીશપ્રસાદે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.