ભાવનગરની કલેકટર કચેરી નજીક પોલીસ લખેલી બાઇક સાથે એક શખ્સને ટ્રાફિક પોલીસે ઝડપી લઇ સી ડિવિઝન પોલીસને સોપ્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ શહેરની કલેકટર કચેરી પાસેથી પોલીસ લખેલી બાઈક લઈને પસાર થઈ રહેલા કાઠીયાવાડમાં રહેતા જીગર દલસુખભાઈ અંધારીયાને ટ્રાફિક પોલીસે અટકાવી પોતે પોલીસ હોવાના આધાર પુરાવા માગતા જે ન હોય ટ્રાફિક શખ્સ પોલીસે બાઈક સાથે સકગ્સને હસ્તગત કરી ગંગાજળિયા પોલીસને સોંપી દીધી હતો.
આ અંગે સીટી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ગોહિલે બાઈક સાથે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા ગંગાજળિયા પોલીસે શખ્સનો કબજાે મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.