રીક્ષામાં બેસી ઘરે જઈ રહેલી ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતી મહિલાનો સોનાનો ચેન સેરવી જનાર ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના કાળીયાબીડ, રામ મંત્ર મંદિર પાસે રહેતા સરોજબેન જશવંતભાઈ ઓઝાએ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગઈકાલે ર્નિમળ પ્લાઝા, સંસ્કાર મંડળ ચોકથી રીક્ષામાં બેસી તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં બેઠેલા ૩ અજાણ્યા શખ્સોએ તેમની નજર ચૂકવી તેમબે પહેરેલો દોઢ તોલાનો સોનાનો ચેન કિંમત રૂપિયા ૫૦,૦૦૦ સેરવી ગયા હતા. નીલમબાગ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.