ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 6 સિનિયર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપાઇ છે.કોર કમિટીની બેઠક રવિવારે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. ભાજપની કોર કમિટીમાં ફેરફારને પગલે હવે કુલ 18 સભ્ય થઈ જશે.વિજ્ય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નવી સરકારના તમામ નવા ચહેરા આવતાં જૂની સરકારના મંત્રીઓને સાઇડલાઇન કરી દેવાયા હતા. તેમના સ્થાને હવે આ ચહેરાને મુખ્યધારામાં પાછાં લવાઈ રહ્યા છે. કોર કમિટી પક્ષનું એવું એકમ છે, જે સંગઠનના નીતિ વિષયક નિર્ણયો લે છે અને તેનો અમલ કારોબારી કરે છે. ભાજપની કોર કમિટીમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં ફરીથી બે સિનિયર નેતાઓને કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. એટલે કે વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ તથા ભારતી બેન શિયાળનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું.
કોર કમિટીમાં આ નેતાઓ સામેલ
સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન ભટ્ટ, રત્નાકર, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા, રજની પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળ