મહુવા તાલુકાના બીલડી ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના બીલડી ગામમાં રહેતા જાેધાભાઈ વશરામભાઈ સાખટની ભત્રીજીની ત્રણ વર્ષની પુત્રી ઉપર ગામમાં રહેતા શૈલેષભાઈ ચોથાભાઈ ઘુંઘળવાનો પગ મુકાઈ જતા શૈલેષભાઈને આપકો આપતા બોલાચારી થઈ હતી.
આ ઘટનાની દાજ રાખી શૈલેષભાઈ ચોથાભાઈ ઘૂંઘળવા સહિતના ૧૧ શખ્સો જાેધાભાઈ ના ઘરે હથિયાર ધારણ કરીને આવ્યા હતા અને જાેધાભાઈ ઉપર હુમલો કર્યો હતો.
સામા પક્ષે ભાવેશ આણંદભાઈ ધૂંધળવાએ જાેધાભાઈ વશરામભાઈ સાખટ સહિત ૧૦ શખ્સોએ હથિયારો વડે વળતો હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.