ભાવનગર શહેરમાં અલગ અલગ ત્રણ સ્થળ તેમજ જિલ્લામાં બે સ્થળે જુગાર અંગે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૨૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
ભાવનગરના ખેડૂતવાસ, સુર્યાવાળો ચોકમાં આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા મનોજ ચંદુભાઈ વેગડ, સાગર ધીરુભાઈ જાદવ, રોહિત કિશોરભાઈ વાઘેલા, વિપુલ કલ્યાણભાઈ ભાટીયા અને અજય કિસ્મતભાઈ રાઠોડને ઘોઘારોડ પોલીસે રૂપિયા ૧૮,૭૩૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. ભાવનગરના કુંભારવાડા, મિલની ચાલી ભીમરાવનગર-૨ માં જુગાર રમતા જીતુ વિષમભર શર્મા, કિશોર મીઠાભાઈ ચૌહાણ, જૈશ દિનેશભાઈ રાજગુરુ અને સંજય મનજીભાઈ સાગઠીયાને બોરતળાવ પોલીસે ઝડપી લઇ રૂ.૩,૫૩૦ રોકડા કબજે કર્યા હતા.જ્યારે શહેરના હાઇકોર્ટ રોડ બી.કે. ચેમ્બરની પાછળની ગલીમાં હાથ કાપનો જુગાર રમતા બળદેવસિંહ અનોપસિંહ ચુડાસમા, અશોક મેઘાભાઈ વાજા, રામદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, સાગર મનજીભાઈ બારૈયા અને પંકજ ભરતભાઈ ખસીયા ને રૂ. ૧૩,૯૦૦ રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી પ્રાપ્ત કરી હતી.
જિલ્લાના ખૂટવડા તાબેના સેંદરડા ગામમાં આવેલ જયુભા ગોહિલની વાડીમાં જુગાર રમતા ભરત જગુભાઈ ગોહિલ, લાખા જગુભાઈ ગોહિલ, તખુ કાનાભાઈ ચાવડા, જેસલ હનુભાઈ ગોહિલ, પ્રતાપ વલકુભાઈ ગોહિલ, રામસંગ જયુભાઈ ગોહિલ અને મુન્ના શીવાભાઈ ગોહિલને ખુંટવડા પોલીસે ઝડપી લઈ રૂ.૪૦૦૦ રોકડા કબજે કર્યા હતા. અલંગ તાબેના સોસિયા ગામમાં જુગાર રમતા સહદેવ રવજીભાઈ ધંધુકિયા,ધુડા ભુપતભાઈ દિહોરા, બટુક રમેશભાઈ દિહોરા, સંજય રમેશભાઈ દિહોરા અને પ્રવીણ ભુપતભાઈ દિહોરાને અલંગ મરીન પોલીસે રૂ.૧૪૪૬ રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.