અલંગ તાબેના મીઠી વીરડી ગામમાં રહેતા યુવક ઉપર ગામમાં રહેતા ત્રણ શખ્સે સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ અલંગ તાબેના મીઠી વીરડી ગામમાં રહેતા મેહુલ ગોરધનભાઈ દિહોરાએ અલંગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતા નરેશ ધીરુભાઈ ડાભીની વાડીનો છાણનો ખરાબો પોતાની વાડીમાં આવતો હોય જે અંગે મેહુલભાઈએ ખરાબો ન આવે તે જાેવા જણાવતા નરેશ ધીરુભાઈ ડાભી, પ્રકાશ અને દીપા બારૈયા એ ગાડી સાથે ઘસી આવી મેહુલભાઈ ઉપર હુમલો કર્યો હતો.
જ્યારે નરેશભાઈના બહેને અલંગ પોલીસ મથકમાં સામી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મેહુલ ગોરધન દિહોરાએ છરી સાથે તેના ઘરે ધસી આવી ગાળો બોલી દિવાલ ઉપર છરીના ઘા ઝીંકી ધમાલ કરી હતી. અલંગ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે