સાતમ – આઠમની ઉજવણી સાથે શ્રાવણમાસ સમાપનનો સમય પણ નજીક આવી રહ્યો છે ત્યારે આગામી ભાદ્રમાસમા આવનાર ગણેશોત્સવની તડામાર તૈયારીઓનો દૌર પૂરજાેશમાં શરૂ થઈ ગયો છે.
એક સમયે મહારાષ્ટ્ર પ્રાંતમાં જ અસ્તિત્વ ધરાવતો ગણેશોત્સવનો તહેવાર ભારતવર્ષમાં ફેલાયો છે ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દાયકાથી વધુના સમયથી ગણેશ ઉત્સવની ઉજવણીનો મહિમા વધ્યો છે વિવિધ વિસ્તારોમાં મોટા આયોજનોની સાથો સાથ ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ઉજવણી કરવાનો પણ લોકોમાં ઉત્સાહ વધ્યો છે આગામી દિવસોમાં આવનારા ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થનાર છે ત્યારે ભાવનગર શહેરમાં ગણેશજીની અવનવી મૂર્તિઓનુ આગમન થઈ ગયું છે પિતૃમાસ એવા ભાદ્રમાસના આરંભ સાથે જ શરૂ થતો ગણેશજીનો મહા ઉત્સવ પંદરથી લઈને એક માસ સુધી ચાલે છે અને દિનપ્રતિદિન આ ઉત્સવ વધુને વધુ લોકપ્રિય બનવા સાથે ઉત્સવનો વ્યાપ પણ વધી રહ્યો છે ભાવનગર શહેર – જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવના આયોજનોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે લોકો પોતાના ઘરથી લઈને શેરી – સોસાયટી ઓ અને જાહેર આયોજનો પણ મોટા પ્રમાણમાં કરી રહ્યાં છે અને આ આયોજનો પાછળ લખલૂટ ખર્ચ કરવામાં જરા પણ પાછીપાની નથી કરતાં એવાં આ ઉત્સવમાં આ વર્ષે કોરોના મહામારીનું વિઘ્ન બાધારૂપ થાય એવી કોઈ જ સંભાવના ન હોવાનાં કારણે લોકો આયોજકો સાથે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ બેવડાયો છે ભાવનગર શહેરમાં હાલમાં અનેક બજારોમાં વિવિધ આકાર – કદની ૧૫ થી વધુ પ્રકારની ગણપતિની મૂર્તિ ઓ વેચાણ માટે આવી છે અને હાલ નવી નવી વેરાયટીઓ આવનાર છે શહેરમાં રૂપિયા ત્રણસોથી લઈને ૨૫ હજાર રૂપિયા સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ છે પરંતુ વેચાણ કર્તાઓના જણાવ્યા અનુસાર લોકોનો વધુને વધુ આગ્રહ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવા તરફ જ જાેક જાેવા મળી રહ્યો છે તેમજ ટચૂકડી મૂર્તિથી લઈને ૫૦ ફૂટ સુધીની મૂર્તિ ઉપલબ્ધ છે. પ્રતિવર્ષ મોઘવારી સાથે લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે અને ગણપતિ ઉત્સવને આવકારવા થનગની રહ્યાં છે.