તળાજા તાલુકાના ભદ્રાવળ-૨ ગામમાં રહેતા યુવક ઉપર જૂની અદાવતની દાઝ રાખી ગામના જ મહિલા સહિત પાંચ શખ્સે હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભદ્રાવળ-૨ ગામમાં રહેતા ભાવેશભાઈ ગીધાભાઈ સોલંકી એ તળાજા પોલીસ સ્પર્ધકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતા દામજીભાઈ અને તેના પરિવાર સાથે પાંચ છ વર્ષ પહેલા બોલાચાલી થઈ હોય આ અંગે પોલીસ ફરિયાદ પણ કરેલી હતી જેની દાઝ રાખી ગઈકાલે શિલ્પાબેન દામજીભાઈ બજારમાં કચરો કેમ નાખ્યો કહી ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડતા શિલ્પાબેન, દામજીભાઈ, કિરણ બોઘાભાઈ, વિશાલ મુન્નાભાઈ અને જયદીપે આવી તેમની ઉપર હુમલો કર્યો હતો. તેમ જ જયદીપે પથ્થરના ઘા કરતા તેના દીકરાને પથ્થર વાગી જતા બીજા થઈ હતી.
આ બનાવ અંગે તળાજા પોલીસે મહિલા સહિત ૫ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.