ભાવનગરના બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ફાયરબ્રિગેડ ટીમે મૃતદેહને બહાર કાઢી વરતેજ પોલીસને સોંપ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના બોરતળાવના સીદસરના પાળા તરફના પાણીના ભાગમાં અજાણ્યા પુરુષ (ઉ.વ.આ.૩૫) નો મૃતદેહ તરતો હોવાની સ્થનિકોને જાણ થતાં વરતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
વરતેજ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ ટીમે દોરડા અને હુકની મદદથી મૃતદેહને બહાર કાઢી વરતેજ પોલીસને સોંપી દીધો હતો. વરતેજ પોલીસે મૃતદેહનો કબજાે મેળવી તેની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.