ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી અવસાન થયું. ભાજપે તેમને હિસાર જિલ્લાની આદમપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. સોનાલીની સામે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ ઉમેદવાર હતા.
સોનાલીએ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. સોનાલી ફોગાટે સોમવારે રાત્રે જ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટિકટોક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમસ થયેલી સોનાલીએ રિયાલિટી શો બિગ બોસની 14મી એડિશનમાં ભાગ લીધો હતો.