હીરા ઉદ્યોગમાં હાલ મંદી ઘટી છે. દિવાળી સહિત અનેક પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિદેશથી પણ ઓર્ડર મળવા માંડ્યા છે. હીરા ઉદ્યોગો અને રત્ના કલાકારો માટે સારા સમાચાર કહી શકાય છે. અમેરિકા સહિત અલગ અલગ દેશોમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હીરા ઉદ્યોગમાં મંદી ઘટી રહી છે. હીરા ઉદ્યોગમાં ડાયમંડ કટ એન્ડ પોલિસીંગમાં બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડમાં વધારો થવાને કારણે હીરા ઉધોગો ધીમે ધીમે મંદીમાંથી બહાર આવી રહ્યા છે. ખાસ કરીને દિવાળીના ઓર્ડર મળતા મોટી રાહત હીરા ઉદ્યોગ થઈ છે.
દર વર્ષે ડિસેમ્બરના મહિના બાદ ઉનાળાની સિઝન સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામકાજ પર સામાન્ય રીતે બ્રેક લાગતી હોય છે. આ દરમિયાન શહેરના કેટલાક હીરા કારખાનામાં વેકેશન પણ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે સુરતના હીરા ઉધોગ પર વિપરીત અસર જોવા મળી રહી છે. કારણ કે ભારતમાં હીરાની રફની આયાત થાય છે તેમાંથી 30 ટકા રફ રશિયાથી મંગાવવામાં આવે છે.