વડોદરા એમડી ડ્રગ્સનો મામલો હવે રાજ્યના અનેક શહેરો સુધી પહોંચ્યો છે. થોડા સમય પહેલા ગુજરાત એટીએસ દ્વારા ભરૂચ, વડોદરા સહિતના શહેરોમાં સ્થાનિક એસઓજી પોલીસને સાથે રાખીને એમ ડી ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મહેશ ધોરાજી, ગોપાલ વૈષ્ણવ, પિયુષ પટેલ, દિપક વઘાસિયા, દિનેશ ધ્રુવ, રાકેશ મકાણી અને વિજય વસોયા સહિતના છ આરોપી એમ ડી ડ્રગ મામલે ધરપકડ કરી હતી.
એટીએસ દ્વારા તમામ છ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી અન્ય કઈ જગ્યા પરથી ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતા હતા. કાચો માલ ક્યાંથી આવતો હતો આમાં કોણ કોણ આવેલું છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને એટીએસ ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એટીએસને તમામ આરોપીઓ પાસેથી અલગ-અલગ કડીઓ હાથ લાગી હતી અને ડ્રગ્સ કનેક્શન ક્યાં-ક્યાં સુધી લંબાયું છે તે દિશામાં તપાસ કરતા ડ્રગ કનેક્શન મોરબી સુધી પણ લંબાયું હોવાનું બહાર આવ્યું છે.
સિન્થેટિક માદક પદાર્થ બનાવતા મહેશ ધોરાજીના કહેવાથી આરોપી દિલીપ વઘાસિયા સહઆરોપી પિયુષ પટેલ પહેલેથી જ પાર્ટનરશીપ કરી ડ્રગ્સનો કાળો કારોબાર બહાર ચલાવતા હોવાનું બહાર આવ્યું. મોરબી ખાતેની એક કેમિકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક કરાવી પિયુષ પટેલ મહેશ ધોરાજી સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કરેલ હતું. અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજથી હોય છે જે પૈકી પકડાયેલા આરોપી શરૂઆતના બે સ્ટેજ પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ હતી.
પરિણામ સ્વરૂપે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જો ફીનાલ બનાવવા પામેલ છે. જે મોરબી ફેક્ટરી ના ગોડાઉનમાં પડેલ હોવાની માહિતી મળતા જ ગુજરાત એટીએસના અધિકારી ટીમ ગત તારીખ 19 ઓગસ્ટના રોજ મોરબી ખાતે આવેલ સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેડ દરમ્યાન એટીએસની ટીમે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જો ફીનાલનો 1700 કિલોગ્રામ જથ્થો કિ.3400000 રિકવર કરી સિઝ કર્યા અને એફએસએલ ટીમને કેમિકલનું વૈજ્ઞાનિક પૃથકરણ માટે મોકલવામાં આવ્યું છે.