રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવી રહ્યો છે. તેવામાં ચૂટંણીને લઇને કોંગ્રેસે પણ સ્ક્રીનીંગ કમિટીને આખરી ઓપ આપી કમિટીની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભાની ચુટંણીમાં જીત મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઇ છે. વધુમાં ચૂંટણીમાં યશસ્વી પરિણામ હાંસલ કરવા કોંગ્રેસે પણ કવાયત હાથ ધરી છે. જેને લઈને કેસી વેણુગોપાલ અને અશોક ગેહલોત સહીતના કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીને આખરી ઓપ આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર કરાઇ છે. જેના ચેરમેન પદની જવાબદારી કર્ણાટકના પૂર્વ ગૃહમંત્રી રમેશ ચેનીથલાને શિરે સોંપવામાં આવી છે. આ અંગે AICCએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે.