એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો નથી. ન્યૂઝ એજન્સી ANIએ ઈડીના અધિકારીઓના હવાલેથી કહ્યું હતું કે, ઈડીએ સિસોદિયા પર મની લોન્ડ્રીંગનો મામલો નોંધ્યો છે. જો કે હવે બતાવ્યું છે કે, ઈડીએ મનીષ સિસોદિયા વિરુદ્ધ કોઈ કેસ નોંધ્યો નથી.
આબકારી નીતિ મામલામાં કથિત ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ FIR નોંધી ચુકી છે. સીબીઆઈએ આ મામલાને લઈને સિસોદિયાના દિલ્હી સ્થિત આવાસ સહિત 31 જગ્યા પર દરોડા પણ પાડ્યા હતા.
આ ખોટો કેસ છે- સિસોદિયા
આ મામલામાં સીબીઆઈ આઠ લોકો વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર પણ જાહેર કરી ચુકી છે. સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, તેમના વિરુદ્ધ આ ખોટા કેસ છે. તેમણે કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ સાધતા કહ્યું હતું કે, આ તમામ ખોટા કેસ છે. હું એક ઈમાનદાર માણસ છું, હકીકતમાં હું અરવિંદ કેજરીવાલની ટીમ સાથે છું, એટલા માટે આ બધું કરી રહ્યા છે, તેમનો ટાર્ગેટ અરવિંદ કેજરીવાલ છે.