Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

તેહરાનઈરાની સૈન્ય યુનિટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા આપવામાં આવેલી ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી

dharmendravaghela by dharmendravaghela
2026-04-23 11:46:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાની સૈન્ય યુનિટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા આપવામાં આવેલી એક તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી દીધી છે. ઈરાની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પર્શિયન ગલ્ફમાં સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ અત્યારે જોખમમાં છે. જો આ કેબલ્સને ઇરાદાપૂર્વક કે ભૂલથી પણ નુકસાન પહોંચશે, તો માત્ર મિડલ ઇસ્ટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટો ઈન્ટરનેટ આઉટેજ સર્જાઈ શકે છે. ખાસ કરીને ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જે અત્યાર સુધી માત્ર ઓઇલ સપ્લાય માટે જાણીતું હતું, તે હવે ડિજિટલ દુનિયા માટે પણ અત્યંત સંવેદનશીલ બની ગયું છે. આ વિસ્તારની નીચેથી પસાર થતી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ એશિયા, યુરોપ અને મિડલ ઇસ્ટને જોડે છે અને વિશ્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો આશરે 17% થી 30% હિસ્સો સંભાળે છે.
જો આ અન્ડરસી કેબલ્સને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, તો તેની સીધી અસર ઇમેઇલ, વીડિયો કોલ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ક્લાઉડ સર્વિસીસ પર પડશે. આ કેબલ્સ મોટા એઆઈ ડેટા સેન્ટર્સને પણ સપોર્ટ કરે છે, જેના કારણે ટેકનોલોજી પર નિર્ભર કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. ભારત માટે પણ આ સ્થિતિ અત્યંત ગંભીર છે, કારણ કે ભારત દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેટ યુઝર્સમાંનું એક છે. આ કેબલ્સ ઓમાન, યુએઈ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી પસાર થાય છે, જે હાલમાં તણાવગ્રસ્ત વિસ્તારની નજીક છે. જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે, તો ભારતમાં લાખો યુઝર્સની ઇન્ટરનેટ સ્પીડ ઘટી શકે છે અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સહિત આઈ સેક્ટર પર તેની માઠી અસર પડી શકે છે.આ અગાઉ પણ કેબલ ઈન્સ્ટોલેશન સાથે જોડાયેલી કંપનીઓએ ચેતવણી આપી છે કે અણધારી ઘટનાઓને કારણે સેવાઓ ખોરવાઈ શકે છે. હાલમાં રિપોર્ટ્સ મુજબ, કેબલ ઈન્સ્ટોલેશન માટેનું જહાજ પણ સાઉદી અરેબિયા પાસે અટવાયેલું છે, જે નવી કેબલ નાખવાની કે સમારકામની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. આ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરે છે કે વર્તમાન સમયમાં ઈન્ટરનેટ એ માત્ર સુવિધા નથી, પરંતુ એક અનિવાર્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે. જો પર્શિયન ગલ્ફમાં કોઈ અનિચ્છનીય બનાવ બને છે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને ડિજિટલ કનેક્ટિવિટી પર ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

Tags: internetIran
Previous Post

ઓપરેશન સિંદૂર યથાવત…જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

Next Post

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

ભાવનગરમાં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.