ઇરાને ભારતે હોર્મુઝ બંધ હોવા છતાં પણ માર્ચની તુલનાએ એપ્રિલમાં મધ્યપૂર્વના દેશોમાંથી નોંધપાત્ર
આયાત કરી છે. કોમોડિટી ફર્મ કેપ્લર મુજબ ભારતની રશિયન ઓઇલની આયાત માર્ચની તુલનાએ
એપ્રિલમાં 21 ટકા ઘટી ગઈ હતી. ભારતે માર્ચમાં પ્રતિ દિન 19.8 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી
હતી. તેની સામે એપ્રિલમાં 15.6 લાખ બેેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે.
હોર્મુઝની ઘેરાબંધી છતાં પણ ભારતે એપ્રિલમા પ્રતિ દિન 43 લાખ બેરલની ક્રૂડ ઓઇલની આયાત કરી
છે, જે માર્ચના 44 લાખ બેરલની તુલનાએ થોડો ઘટાડો દર્શાવે છે. ભારતે આ દરમિયાન મધ્યપૂર્વના
દેશો પાસેથી ફરીથી ઓઇલ ખરીદવાનુ શરૂ કર્યુ છે.
સાઉદી અરેબિયાએ હોર્મુઝની નાકાબંધી છતાં એપ્રિલમાં ભારતને પ્રતિ દિન 7.04 લાખ બેરલ ઓઇલ
મોકલ્યું, જે 21 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે યુએઈએ 5.91 લાખ બેરલ ઓઇલ પહોંચાડયુ હતુ, જે
સીધો 191 ટકાનો વધારો દર્શાવે છે. આ ઓઇલ સાઉદી અરેબિયાના યાનબૂ અને યુએઈની
પાઇપલાઇનથી મોકલવામાં આવી છે. આ સિવાય ભારતે વેનેઝુએલાથી પ્રતિ દિન લગભગ ત્રણ લાખ
બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી. ભારતે આ ઉપરાંત વેનેઝુએલા, નાઇજીરિયા, ઇરાનથી પણ ઓઇલની
આયાત વધારી છે. ઇરાને ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે હોર્મુઝની ખાડી ભારત માટે ખુલ્લી છ. તેના
જહાજોને તેમના તરફથી કોઈ પ્રતિબંધ નથી. ભારતમાં ઇરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીએ અમેરિકન
પ્રમુખ ટ્રમ્પની ઇરાન પર ભયાનક હુમલાની ધમકીઓ વચ્ચે દાવો કર્યો છે કે ભારતના જહાજો અને
ઓઇલ-ગેસ ટેન્કરો માટે હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે ખુલ્લી છે.
તેમણે જણાવ્યું હતું કે ઇરાન પરના હુમલામાં જે-જે દેશો આક્રમણમાં ભાગીદાર નથી તે હોર્મુઝની
ખાડીમાંથી પસાર થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ તેમનો દેશ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સમુદ્રની
સુરક્ષાના નિયમો સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે ઉમેર્યુ હતું કે ભારત સહિતના મિત્રદેશોએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવામાં કોઈ પ્રતિબંધનો
સામનો કરવો પડી શકે તેમ નથી. અત્યાર સુધી ઘણા ભારતીય જહાજ આ માર્ગ પર સલામત રીતે જઈ
ચૂક્યા છે. ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે.
તેમણે અહીં એ સંકેત આપવાનો પ્રયત્ન કર્યો છે કે વર્તમાન સ્થિતિ બદલાયેલી પરિસ્થિતિના કારણે
સર્જાઈ છે. આ સ્થિતિનો સામનો કરવા હોર્મુઝમાંથી પસાર થવા માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા
છે.


