Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ૨૨૮ સૈન્ય થાણા અને ઉપકરણોને નુકસાન

સેટેલાઇટ તસવીરોમાં યુદ્ધ દરમિયાન અમેરિકાને વ્યાપક નુકસાન થયું હોવાનું ફલિત થયું

dharmendravaghela by dharmendravaghela
2026-05-07 11:29:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે પરંતુ છેડાયેલા ભીષણ યુદ્ધની હવે એક એવી

સત્યતા સામે આવી છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. સેટેલાઇટ તસવીરોના નવા વિશ્લેષણ પરથી

જાણવા મળ્યું છે કે ઈરાને મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકો પર અત્યાર સુધીના સૌથી ઘાતક

હુમલા કર્યા છે.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 228 સૈન્ય

સંરચનાઓ અને ઉપકરણો નાશ પામ્યા છે અથવા તેને ભારે નુકસાન થયું છે. આ સંખ્યા અમેરિકન

સરકાર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલા આંકડા કરતા ઘણી વધારે છે.ઈરાને આ હુમલાઓમાં

માત્ર ઇમારતોને જ નિશાન બનાવી નથી, પરંતુ અમેરિકાની ‘ડિજિટલ નર્વસ સિસ્ટમ’ એટલે કે સંચાર

અને સુરક્ષા તંત્ર પર સીધો હુમલો કર્યો છે. સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે

તબાહ થયેલી વસ્તુઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર

ઈંધણ ભરનારા ટેન્કર અને E-3 સેન્ટ્રી એરક્રાફ્ટને નુકસાન થયું છે. કુવૈત અને બહેરીનમાં તૈનાત

પેટ્રિયોટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને જોર્ડન તથા UAE માં થાડ (THAAD) રડાર ઉપકરણોને

નિશાન બનાવવામાં આવ્યા. અનેક સ્થળો પર ઈંધણ ડેપો, સૈનિકોના રહેવાના બેરેક, જીમ અને ડાઈનિંગ

હોલ પણ કાટમાળમાં ફેરવાઈ ગયા છે. કતારના અલ-ઉદેદ એર બેઝ પર મહત્વપૂર્ણ સેટેલાઇટ સંચાર

કેન્દ્રો અને રડારને ભારે ક્ષતિ પહોંચી છે.
અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે અમેરિકન વહીવટીતંત્રે આ નુકસાનને ઘણું ઓછું કરીને બતાવ્યું

હતું. જ્યાં સરકારે જીતના દાવા કર્યા હતા, ત્યાં જમીની હકીકત એ છે કે બહેરીનમાં સ્થિત અમેરિકન

નૌસેનાના 5મા કાફલાના મુખ્યાલય અને કુવૈતના ત્રણ મુખ્ય મથકો પર અડધાથી વધુ નુકસાન થયું છે.

રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 અમેરિકન સૈનિકો

માર્યા ગયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે.સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાને જાણીજોઈને એવા

સ્થળો પસંદ કર્યા જે અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે સૌથી મોંઘા અને દુર્લભ છે. તેમણે સીધા રડાર એરિયા

પર હુમલો કરવાને બદલે તે ઇમારતોને નિશાન બનાવી જ્યાં ડેટા પ્રોસેસિંગ, કૂલિંગ સિસ્ટમ અને વીજળી

ઉત્પાદનની સુવિધાઓ હતી. આનો અર્થ એ છે કે જો રડાર સુરક્ષિત પણ રહે, તો તેમને ચલાવનારી

સિસ્ટમ ખતમ થઈ ગઈ છે. વિશ્લેષક વિલિયમ ગુડહેન્ડના જણાવ્યા મુજબ ઈરાને ‘સોફ્ટ ટાર્ગેટ’ એટલે કે

સૈનિકોના રહેઠાણોને પણ નિશાન બનાવ્યા જેથી વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકાય.
પેન્ટાગોન અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધી અમેરિકાને લગભગ 25 બિલિયન ડોલરનો ખર્ચ ઉઠાવવો

પડ્યો છે, પરંતુ ગુપ્ત સ્ત્રોતોનું માનવું છે કે વાસ્તવિક નુકસાન 40-50 બિલિયન ડોલર (આશરે 4 લાખ

કરોડ રૂપિયા)ની આસપાસ હોઈ શકે છે. ભારે તબાહીને કારણે અમેરિકાને અનેક મથકો પર સ્ટાફ ઘટાડવો

પડ્યો છે. જો કે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે વાતચીત દ્વારા કરારના પ્રયાસમાં કેટલાક સૈન્ય અભિયાનો રોકવાની

વાત કરી છે, પરંતુ જમીન પર તણાવ ઓછો થવાના અણસાર દેખાઈ રહ્યા નથી.

Tags: USAwar damage
Previous Post

પરમાણુ સંપન્ન બે દેશ સામે ટકી રહી ઈરાન સુપરપાવર તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું

Next Post

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી : ચૂંટણીમાં હાર બાદ રાજીનામાની વણઝાર

May 7, 2026
તાજા સમાચાર

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

May 7, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

પરમાણુ સંપન્ન બે દેશ સામે ટકી રહી ઈરાન સુપરપાવર તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું

May 7, 2026
Next Post

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી

તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી : ચૂંટણીમાં હાર બાદ રાજીનામાની વણઝાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.