Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પરમાણુ સંપન્ન બે દેશ સામે ટકી રહી ઈરાન સુપરપાવર તરીકે વિશ્વમાં ઉભરી આવ્યું

ભારતને ઈરાનનો ખાસ મિત્ર દેશ ગણાવી ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બંને દેશના સંબંધને ઐતિહાસિક ગણાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-05-07 11:27:56
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને આક્રમક વલણ અપનાવતા

પોતાને એક ‘સુપરપાવર’ તરીકે જાહેર કર્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ

એક ઈન્ટરવ્યૂમાં અમેરિકાના વર્ચસ્વને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ઈરાન

પોતે એક મહાસત્તા છે અને આવી સ્થિતિમાં અમેરિકાની શરતો સામે નમવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો

નથી. બઘાઈએ દલીલ કરી હતી કે જે દેશ પોતાની સાર્વભૌમત્વ અને સન્માનની રક્ષા માટે બે પરમાણુ

સંપન્ન દેશો(અમેરિકા અને ઈઝરાયલ) સામે અડીખમ ઊભો રહી શકે, તે પોતે જ એક સુપરપાવર હોવાનો

પુરાવો છે.આ ચર્ચા દરમિયાન ઈરાની પ્રવક્તાએ ભારત સાથેના મજબૂત થતા સંબંધો વિશે વિશેષ વાત

કરી હતી. તેમણે ભારતને ઈરાનનો અત્યંત નજીકનો અને ખાસ મિત્ર ગણાવ્યો હતો. બઘાઈએ કહ્યું કે

ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર તેમને ગૌરવ છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા

ભારતીય જહાજો પર કોઈ પણ પ્રકારનો ટેક્સ કે શુલ્ક વસૂલવાની યોજનાને તેમણે નકારી કાઢી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત અને ઈરાન બંને ગુટનિરપેક્ષ આંદોલનનો ભાગ રહ્યા છે અને બંને દેશોની

સરકારો પરસ્પર સંબંધોને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન પર બઘાઈએ જણાવ્યું કે હાલ

વાતચીત ચાલુ છે, પરંતુ બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. ઈરાને અમેરિકાને

40 મુદ્દાનો એક શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના જવાબમાં અમેરિકન પ્રમુખ વતી નવો પ્રસ્તાવ રજૂ

કરવામાં આવ્યો છે. ઈરાન અત્યારે આ પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં પાકિસ્તાની

મધ્યસ્થીઓ દ્વારા પોતાનો જવાબ સોંપશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ

પોતાની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરતું રહેશે.

Tags: IranisraelUSA
Previous Post

કેનેડામાં ૧૨ કરોડના ગાંજાની ચોરી મામલે ભારતીય મૂળના પાંચની ધરપકડ

Next Post

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ૨૨૮ સૈન્ય થાણા અને ઉપકરણોને નુકસાન

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ૨૨૮ સૈન્ય થાણા અને ઉપકરણોને નુકસાન

પર્યાવરણની રક્ષા માટે દરેક નાગરિક સંકલ્પબદ્ધ બને : રાષ્ટ્રપતિ

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.