Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પીએમ મોદી પર અમેરિકા દ્વારા દબાણ લાવવું અશક્ય’: પુતિન ખરીદ શક્તિના મામલામાં ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે. રશિયા આ યાદીમાં ચોથા ક્રમે હોનો પુટિનનો સ્વીકાર

dharmendravaghela by dharmendravaghela
2026-06-08 12:50:31
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવીદિલ્હી,
અમેરિકા સહિત પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારત અને રશિયાની દોસ્તી વધુ મજબૂત બની રહી છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ફોરમ (SPIEF) દરમિયાન વ્લાદિમીર પુતિને વૈશ્વિક પત્રકારો સાથે ખુલ્લી ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન તેમણે પીએમ મોદીના નેતૃત્વ અને ભારતની આર્થિક પ્રગતિના મુક્ત કંઠે વખાણ કર્યા હતા, સાથે જ પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો પર રશિયાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
વ્લાદિમીર પુતિને અમેરિકા અને પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમેરિકા સતત ભારત પર રશિયા સાથેનો સહયોગ ઘટાડવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, હવે આખી દુનિયા એ સમજી ચૂકી છે કે પીએમ મોદી અને ભારત પર કોઈ પણ પ્રકારનું દબાણ લાવવું અશક્ય છે. આ પ્રકારના પ્રયાસો આંતરરાષ્ટ્રીય અને દ્વિપક્ષીય સંબંધો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પીએમ મોદીની આગેવાનીમાં ભારત સરકાર દેશના હિતમાં ખૂબ જ કઠિન પરિશ્રમ કરી રહી છે અને તેના સકારાત્મક પરિણામો આજે દુનિયા સામે છે.
પુતિને ભારતની આર્થિક ક્ષમતાનો સ્વીકાર કરતા જણાવ્યું કે, ખરીદ શક્તિ (GDP)ના મામલામાં ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે. રશિયા આ યાદીમાં ચોથા ક્રમે છે. ચીન, અમેરિકા, ભારત અને રશિયા એવા ચાર ટોચના દેશો છે, જેમણે અર્થવ્યવસ્થાની રેસમાં જાપાન અને તમામ યુરોપીયન દેશોને પાછળ છોડી દીધા છે.
કાર્યક્રમ દરમિયાન એક ભારતીય પત્રકારે ચીન અને પાકિસ્તાન સાથે રશિયાના વધી રહેલા સંબંધો અને તેના કારણે ભારતના સંરક્ષણ હિતો પર થનારી સંભવિત અસર અંગે સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં પુતિને કહ્યું કે, ‘અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીમા વિવાદ સહિતની તમામ જટિલ પરિસ્થિતિઓથી માહિતગાર છીએ. ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ બહુઆયામી અને નાજુક છે, તેથી બંને દેશોના આંતરિક મુદ્દાઓમાં કોઈ ત્રીજા પક્ષે દખલગીરી કરવી યોગ્ય નથી. રશિયા બંને દેશો સાથે મિત્રતા ધરાવે છે અને સતત સંપર્કમાં રહે છે.’
પત્રકારના એ દાવા પર કે પાકિસ્તાન સંપૂર્ણપણે ચીનના ઈશારે ચાલે છે, પુતિને અસહમતી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘મને એવું નથી લાગતું કે પાકિસ્તાન કોઈના નિયંત્રણમાં છે. પાકિસ્તાન એક ઘણું મોટું પ્રભુત્વ ધરાવતું રાષ્ટ્ર છે અને તેના દુનિયાના અન્ય દેશો સાથે પણ વિવિધ સ્તરે મજબૂત સંબંધો છે. પાકિસ્તાન માટે ચીન સાથે આર્થિક ભાગીદારી જરૂરી છે, પરંતુ આજે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને કારણે દરેક દેશ ચીન સાથે વ્યાપારી સંબંધો બનાવવા ઈચ્છે છે.

Previous Post

અમેરિકા રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત કરશે: ભારતની ચિંતામાં વધારો! 17 જૂને સમયમર્યાદા સમાપ્ત; ભારતને વેનેઝુએલા તરફ વાળવા અમેરિકાનો પ્રયાસ

Next Post

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં પડ્યો વરસાદ
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં પડ્યો વરસાદ

September 18, 2026
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
તાજા સમાચાર

દિલ્હીથી લઇને હિમાચલ સુધીના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

September 17, 2026
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અથડામણ: ૨ આતંકવાદી ઠાર
તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અથડામણ: ૨ આતંકવાદી ઠાર

September 17, 2026
Next Post

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે  ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ  બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.