Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બાવળિયાળી મંદિર દર્શને જઈ રહેલા યુવકને કાળનો ભેટો:સેનસગામ નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 12:26:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી માતાજીના દર્શન કરવા માટે ભાલ પંથકના બાવળીયાળી ગામ તરફ સ્કૂટર પર નીકળેલા યુવાનનું સનેસ ગામ નજીક ટ્રક અને સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ખેડૂતવાસ વિસ્તારમાં ગરીબ શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર – અમદાવાદ શોર્ટ રૂટ પર છાશવારે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા રાકેશ ધરમશીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 27 બપોરના સમયે પોતાનું સ્કૂટર નંબર GJ-04-EO-6589 લઈને ભાલપંથકમાં આવેલ બાવળીયાળી ગામ પાસે હિંગળાજ માતાના મંદિરે દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે સનેસ ગામ નજીક ટ્રક નંબર GJ-03- AX- 9796 સાથે સ્કૂટર અથડાતા સ્કૂટર ચાલક રાકેશને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

શ્રમજીવ પરિવારમાં શોકનો માહોલ છવાયો
આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થતા લોકોએ વેળાવદર ભાલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા યુવકના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ તજવીજ હાથ ધરી છે આ ઘટનાને પગલે ખેડૂતવાસ વિસ્તારમાં ગરીબ શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

Tags: accidentbhavnagar
Previous Post

112ની સતર્કતાથી રડતા બાળકનું પરિવાર સાથે પુનર્મિલન:ટાણા ચોકડી નજીકથી વિખૂટા પડેલા બાળકને દાદાને સોંપાયો

Next Post

સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

તળાજાના માથાભારે શખ્સની 'પાસા' હેઠળ ધરપકડ, સુરત જેલ ભેગો કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.