Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સાયબર ક્રાઈમનો સપાટો: કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપનાર ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

એક જ દિવસમાં રૂ. ૪૯ લાખનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન: જુદા જુદા રાજ્યોની ૮ ફરિયાદોના આધારે ગણતરીના કલાકોમાં ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 12:31:12
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સાયબર ફ્રોડના નાણાં પોતાના બેંક ખાતામાં જમા કરાવી કમિશન મેળવવાના હેતુથી એકાઉન્ટ ભાડે આપતા તત્વો સામે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે લાલ આંખ કરી છે. સાયબર ફ્રોડની રકમ સગેવગે કરતા આવા મ્યુલ એકાઉન્ટ ધારકો શોધી કાઢી કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સૂચનાના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.સી. ચૌધરી અને સબ ઇન્સ્પેક્ટર પી.એન. પરમારની ટીમે ‘સમન્વય પોર્ટલ’ના માધ્યમથી શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સ અને તેમાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. આ સઘન તપાસ દરમિયાન એક એવું બેંક ખાતું મળી આવ્યું હતું જેમાં એક જ દિવસમાં મસમોટી રકમ જમા થઈ હતી. આ એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ ૦૮ જેટલી સાયબર ફ્રોડની એન.સી.સી.આર.પી. ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તા. ૦૭/૦૬/૨૦૨૬ના રોજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં જ બેંક એકાઉન્ટ ધારક રાહુલ મનસુખભાઈ બોરીચા (ઉ.વ. ૩૨, રહે. ગોરધન કોલોની, મિલની ચાલી, ભાવનગર)ને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીના ખાતાની વધુ તપાસ કરતા ફરિયાદો સિવાય પણ અન્ય રૂ. ૪૯,૦૦,૦૦૦/- ની માતબર રકમ એક જ દિવસમાં ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસ આ નાણાંના સ્ત્રોત અંગે તપાસ ચલાવી રહી છે અને આ નેટવર્કના અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

Tags: arrestbhavnagarfrud
Previous Post

બાવળિયાળી મંદિર દર્શને જઈ રહેલા યુવકને કાળનો ભેટો:સેનસગામ નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત

Next Post

તળાજાના માથાભારે શખ્સની ‘પાસા’ હેઠળ ધરપકડ, સુરત જેલ ભેગો કરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
ભાવનગર

સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

June 10, 2026
ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના
ભાવનગર

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

June 10, 2026
ભાવનગર

તળાજાના માથાભારે શખ્સની ‘પાસા’ હેઠળ ધરપકડ, સુરત જેલ ભેગો કરાયો

June 10, 2026
Next Post

તળાજાના માથાભારે શખ્સની 'પાસા' હેઠળ ધરપકડ, સુરત જેલ ભેગો કરાયો

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.