ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અંસારી, પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.નકુમ દ્વારા વિસ્તારમાં શરીર સંબંધી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા માથાભારે ઈસમો વિરૂદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જે અંતર્ગત તળાજા પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ચાવડાએ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઈસમ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને મોકલી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં જ પોલીસે ગોરખી રોડ પર રહેતા ૩૮ વર્ષીય કિશોર મીઠાભાઇ રાઠોડની પાસા વોરંટના આધારે અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ લાજપોર, સુરત ખાતે મોકલી આપ્યો છે.
આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી.ખાંભલા, હેડ કોન્સ્ટેબલ એન.વી.બારૈયા સહિત સર્વેલન્સ સ્ટાફના સામતુભાઇ, અશ્વીનભાઇ, મંગાભાઇ, ધરીતકુમાર, યશપાલસિંહ અને મથુરભાઇ જોડાયા હતા.




