Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

વિષય નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન: સફળ ખેડૂતોએ અનુભવો રજૂ કર્યા, સ્ટોલની મુલાકાત લેવાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 12:40:52
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સિહોર તાલુકાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) દ્વારા પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો.
આ કાર્યશાળામાં પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેના ફાયદા અને માનવ જીવનમાં તેના મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ અને લોકભારતીના નિયામક ડૉ. અરુણ દવેએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
જ્યારે માસ્ટર ટ્રેનર મહેન્દ્રભાઈ કવાડે પ્રાકૃતિક કૃષિના આયામો અને ‘આત્મા’ના પ્રોજેક્ટ ડિરેક્ટર જે. એન. પરમારે ખેત બચાવો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાયબ બાગાયત નિયામક એમ. બી. વાઘમશીએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી તેમજ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લાએ તેના માનવજીવન પર થતા ફાયદાઓ સમજાવ્યા હતા. અંતમાં, સફળ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને મહાનુભાવોએ કૃષિ સ્ટોલની મુલાકાત લીધી હતી.

Tags: krushi karyashalalokbhartisanosara
Previous Post

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

Next Post

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

June 13, 2026
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ
ભાવનગર

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

June 13, 2026
જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા
ભાવનગર

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

June 13, 2026
Next Post
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, "જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું." ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.