Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

ઈરાને પણ સમજૂતી સહિતના ડોનાલ્ડ ટ્રમ્પના દવાઓ ફગાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-06-13 11:45:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુરુવારની જાહેરાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કારણ કે આ અંગે અમેરિકાએ તેમને પહેલાં કોઈ માહિતી આપી ન હતી.ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો હતો કે ઈરાનના નેતૃત્વએ એક સમજૂતી પત્રના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. આનાથી 60 દિવસના યુદ્ધવિરામ, હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવા અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર નવી મંત્રણાનો રસ્તો ખુલી શકે છે. આ જ ઘટનાક્રમના આધારે ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ઈરાન વિરુદ્ધ આયોજિત અમેરિકી હુમલાઓને રદ્દ કરી દીધા છે.

અમેરિકામાં આ મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત સમજૂતીનો ખુલાસો કરવામાં આવ્યો તે પહેલાં નેતન્યાહૂને આ અંગે કોઈ જ માહિતી ન હતી.
ટ્રમ્પની આ જાહેરાત પછી નેતન્યાહૂએ તેમની સાથે ફોન પર વાત કરી, ત્યાર બાદ ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને અમેરિકી રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો.
નેતન્યાહૂએ જણાવ્યું કે ભલે ઈઝરાયેલ આ સમજૂતીનો ભાગ નથી, પરંતુ અંતિમ સમજૂતીમાં ઈરાનમાંથી સંવર્ધિત સામગ્રી હટાવવા, સંવર્ધન માળખાને નષ્ટ કરવા, મિસાઈલ ઉત્પાદન પર રોક લગાવવા અને આતંકવાદી સંગઠનો માટે ઈરાનનું સમર્થન બંધ કરાવવાની ટ્રમ્પની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.ટ્રમ્પનો આ મોટો નિર્ણય કતરની સક્રિય મધ્યસ્થતા પછી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતરના અધિકારીઓ અને ઈરાનના વાર્તાકારોએ બુધવારે મોડી રાત સુધી કામ કરીને ઈરાનની ફ્રીઝ થયેલી સંપત્તિઓ મુક્ત કરવા, હોર્મુઝ જળમાર્ગ ખોલવા અને ભવિષ્યની પરમાણુ મંત્રણાના માળખા જેવા મુખ્ય મુદ્દાઓ પરના મતભેદો દૂર કર્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના ટોચના નેતૃત્વએ આ મુસદ્દાને મંજૂરી આપી દીધી છે અને તેમને ઘણા ખાડી દેશોનું પણ સમર્થન મળ્યું છે.

બીજી તરફ, ઈરાને ટ્રમ્પના ‘ડીલ ફાઇનલ’ હોવાના નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સમજૂતીનો મુખ્ય ભાગ લગભગ નક્કી હતો, પરંતુ અમેરિકા વારંવાર પોતાનું વલણ બદલી રહ્યું છે અને નવી માંગણીઓ મૂકી રહ્યું છે. જો કે, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આ વીકેન્ડ પર (શનિ-રવિમાં) યુરોપમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નેતૃત્વમાં એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થઈ શકે છે, પરંતુ અધિકારીઓએ તેના ભવિષ્યને લઈને હજુ પણ અનિશ્ચિતતા વ્યક્ત કરી છે.

Tags: IrannetanyahuUSA
Previous Post

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

Next Post

ગ્રીનસીટી દ્વારા ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગ્રીનસીટી દ્વારા ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

ગ્રીનસીટી દ્વારા ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.