Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નેશનલ ચેમ્પિયનશિપમાં ૨૦ મેડલ મેળવતા ભાવનગરના દિવ્યાંગ બાળકો

અમદાવાદ ખાતે દેશના ૨૩ રાજ્યો દિવ્યાંગોની ચેમ્પિયનશીપ સ્પર્ધામાં સિધ્ધિ મેળવતા નટરાજ સીપી સ્કૂલના બાળકો

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 12:03:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં પ્રથમવાર ગુજરાત સીપી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ગુજરાતના યજમાન પદે તા. 5,6 અને 7 જુન દરમિયાન અમદાવાદ ખાતે 13મી નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૬ સ્પર્ધાઓ યોજાઇ હતી. સીપી અને ઓટિઝમના બાળકો માટેની પાંચ રમત સાથેની આ સ્પર્ધામાં દેશભરના 23 રાજ્યોએ ભાગ લીધો હતો. સ્થાનિક, પ્રાદેશિક અને રાજય કક્ષાએ ઉત્તમ દેખાવ કરી પસંદગી પામેલા બાળકોની આ સ્પર્ધામાં ભાવનગરની પીએનઆર સોસાયટીની નટરાજ સીપી સ્કૂલ તેમજ વિભાગોમાંથી 14 બાળકો (સી પી, ઑટીઝમ ખેલાડીઓ)એ ભાગ લીધો હતો.
સ્કેટીગ, ફુટબોલ, સ્વિમિંગ, બેડમિન્ટન અને સાયકલિંગની સ્પર્ધામાં ભાવનગરના આ દિવ્યાંગ બાળકોએ દેશભરના સ્પર્ધકોને ટક્કર આપી ૬ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ સાથે ૨૦ મેડલ મેળવ્યા છે. આ સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહિત કરવા પીએનઆર સોસાયટીના સેક્રેટરી જનરલ પારસભાઈ શાહ, આસિસ્ટન્ટ સીઈઓ જયેશભાઈ દવે ત્રણેય દિવસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે, નટરાજ સી પી સ્કૂલના આચાર્ય જીજ્ઞાબેન સોલંકીના માર્ગદર્શન નીચે કાર્તિકભાઇ વ્યાસ, સ્પેશિયલ એજ્યુકેટર કોચ તેમજ હરદેવભાઇ જાદવ એસ્કોર્ટ દ્વારા આ બાળકોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. ગત વર્ષ દરમિયાન પણ સીપી, ઓટિઝમ અને મલ્ટી ડિસઓર્ડર ધરાવતા બાળકોએ ખેલ મહાકુંભ અને પટના ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
નટરાજ સીપી સ્કૂલ બને છે સર્વાંગી વિકાસનું કેન્દ્ર
સી. પી. કે ઓટીઝમ ધરાવતા બાળકો માટે પરંપરાગત શિક્ષણ ઉપરાંત રમતગમત, સંગીત, ચિત્રકલામાં તૈયાર કરવા જરૂરી છે. રસરૂચિ પ્રમાણે આ ક્ષેત્રમાં આ બાળકો આગળ વધી અભિરુચિ મુજબ કારકિર્દી પણ બનાવતા હોય છે. પીએનઆર સોસાયટીની નટરાજ સ્કૂલમાં શિક્ષણ, સારવાર અને કૌશલ્ય તાલીમ માટે એક છત્ર હેઠળ બિન નિવાસી અને નિવાસી સુવિધા ઉપલબ્ધ છે. અહીં ભાવનગર જ નહીં આજુબાજુના જિલ્લાના બાળકો પણ શિક્ષણ, સારવાર અને કૌશલ્ય મેળવી રહ્યા છે. આવા બાળકોના વૈજ્ઞાનિક રીતે વિકાસ માટે નટરાજ સી પી સ્કૂલ (સરદાર પટેલ સ્કૂલની બાજુમાં કાળિયાબીડ ભાવનગર) ખાતે સોમથી શુક્ર સવારે ૧૧થી બપોરે ૪માં સંપર્ક સાધી શકાય છે.

Tags: divyang balakomedal
Previous Post

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ સૈનિકોને મોરારિબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ

Next Post

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.