Sunday, August 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પ્રભારી સચિવ આલોક પાંડેએ જિલ્લા અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, લોકકલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 13:05:51
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, લોકકલ્યાણકારી યોજનાઓની અમલવારી તેમજ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.


બેઠક દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના વિભાગની કામગીરી અને પ્રગતિ અંગેની વિગતવાર માહિતી પ્રભારી સચિવ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પ્રભારી સચિવએ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત ફ્લડ કંટ્રોલની પૂર્વ તૈયારીઓ, પાણી પુરવઠાની સ્થિતિ, સિંચાઈ યોજનાઓની અમલવારી, આરોગ્ય સેવાઓ, સર ટી. હોસ્પિટલની કામગીરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં મુકાતી યોજનાઓ, પી.એમ. સૂર્યઘર યોજના, ખેતીવાડી વિભાગની કામગીરી, જિલ્લા આયોજન તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ અંગે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભારી સચિવએ વિવિધ વિભાગોના અધિકારીઓને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સુચારૂ આયોજન અને અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા સૂચનો આપ્યા હતા.
બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના કમિશનર સુનીલ, નાયબ વન સંરક્ષક વાય.એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Tags: bhavnagarsachiv aalok pande iassamixa bethak
Previous Post

જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ: પ્રથમ દિવસે જ ૪૫ હજારથી વધુ બાળકો શિક્ષણની મુખ્ય ધારામાં જોડાયા

Next Post

વેનેઝુએલામાં ભૂકંપના બે શક્તિશાળી આંચકાથી ભારે તબાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!
તાજા સમાચાર

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!

August 8, 2026
ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત
તાજા સમાચાર

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

August 8, 2026
કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર
તાજા સમાચાર

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

August 8, 2026
Next Post
વેનેઝુએલામાં ભૂકંપના બે શક્તિશાળી આંચકાથી ભારે તબાહી

વેનેઝુએલામાં ભૂકંપના બે શક્તિશાળી આંચકાથી ભારે તબાહી

વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.