ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફે પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘેટીથી રાણપરડા ગામ જવાના રોડ પર આવેલી કુમુદભાઈ દવેની વાડી બહાર સફળ રેઇડ કરી હતી. ત્યાં ફોકસના અજવાળે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા પંકજ મકવાણા, ચિંતન વિરાસ, મનજી ડાભી, પ્રકાશ પીપલીયા અને રાજેશ મકવાણાને ઝડપી લીધા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૨૫,૪૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે રેઇડ દરમિયાન અજય મકવાણા, પ્રવીણ મકવાણા, નિલેશ વાઘેલા અને મેહુલ વાઘેલા નાસી છૂટ્યા હોવાથી તેમને પકડવાના ચક્ર ગતિમાન કરાયા છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે. એલ.સી.બી. પી.આઈ. એમ. એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વાઢેર, જાડેજા, ઝાલા સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.





