• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક : ૩૫ આતંકીઓના મોત

કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય ઉપર હુમલો થયા બાદ પાકિસ્તાનનું ઓપરેશન મીડનાઇટ : સરહદ નજીકના આતંકી ઠેકાણાઓ નાશ કર્યાનો દાવો

dharmendravaghela by dharmendravaghela
2026-06-29 11:19:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા વિસ્તારોમાં આતંકીઓ વિરુદ્ધ સૌથી મોટી લશ્કરી

કાર્યવાહી શરૂ કરી છે. કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાના બરાબર

એક દિવસ બાદ પાકિસ્તાની સેનાએ વળતો પ્રહાર કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ

ઓપરેશન અને હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં કુલ 35 આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં

આવ્યો છે.
અહેવાલો અનુસાર, શનિવારે પાકિસ્તાનના કરાચીમાં સ્થિત પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર હથિયારો

અને વિસ્ફોટકોથી સજ્જ આતંકીઓએ ઘૂસણખોરી કરીને હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાની સેનાના 3

સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે વળતી કાર્યવાહીમાં 3 આતંકીઓ પણ ઠાર થયા હતા. સેનાએ એક

આતંકીની ઈજાગ્રસ્ત હાલતમાં ધરપકડ કરી છે જે અફઘાન નાગરિક હોવાનું સામે આવ્યું છે. આ હુમલાની

જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી સંગઠન ‘જમાત-ઉલ-અહરર’ દ્વારા

સ્વીકારવામાં આવી હતી.
પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં એક જ મહિનાની અંદર કરવામાં આવેલો આ ચોથો મોટો હુમલો છે.

આ અગાઉ ગત 10મી જૂનના રોજ પણ પાકિસ્તાની સેનાના આવા જ એક હુમલામાં 26 લોકો માર્યા

ગયા હતા. પાકિસ્તાને હવે અફઘાન સરહદે આતંકીઓના લોકેશન્સ શોધી-શોધીને તેને તોડી પાડવાનું

અભિયાન તેજ કર્યું છે.
પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સૈન્ય

કાર્યવાહીની પુષ્ટિ કરતા લખ્યુ, ‘દેશભરમાં સુરક્ષા દળો પર તાજેતરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી

હુમલાઓના જવાબમાં આ કડક ઓપરેશન શરૂ કરાયું છે. પાકિસ્તાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને

સરહદોની રક્ષા મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે. આતંકવાદીઓના સંપૂર્ણ સફાયા સુધી આ

સૈન્ય કાર્યવાહી અટકશે નહીં.’
આ હુમલા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ

પહોંચી ગયો છે. પાકિસ્તાન સતત આક્ષેપ કરી રહ્યું છે કે તહરીક-એ-તાલિબાનના આતંકીઓ

અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે.

Tags: afghanistanpakistan air strike
Previous Post

છેલ્લા 3માસથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો

Next Post

મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન

મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન

ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક

ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In