Monday, June 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક

અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો ભયાનક સૈન્ય ટકરાવ હાલ પૂરતો સ્થગિત

dharmendravaghela by dharmendravaghela
2026-06-29 11:22:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો ભયાનક સૈન્ય ટકરાવ હાલ પૂરતો અટકી

ગયો છે. બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહે ત્યાં સુધી તમામ પ્રકારના સૈન્ય એક્શનને અસ્થાયી રૂપે

રોકવા માટે સહમતિ સધાઈ છે. તાજેતરમાં હોર્મુઝની ખાડી નજીક થયેલી જોરદાર બોમ્બમારો અને

તણાવ બાદ, હવે બંને દેશોના પ્રતિનિધિઓ મંગળવારે કતારમાં એક હાઈ-લેવલ મીટિંગ કરવા જઈ રહ્યા

છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે અગાઉ થયેલા નાજુક શાંતિ સમજૂતીને બચાવવાનો છે.
તાજેતરમાં હોર્મુઝમાં કાર્ગો શિપ પર ઈરાની હુમલા બાદ સંઘર્ષ વકર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ

૨૪ કલાકમાં બે વાર ઈરાનની મિલિટરી અને ડ્રોન સાઇટ્સને નિશાન બનાવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને અત્યંત કડક ચેતવણી આપી હતી. આ તણાવને

કારણે જ રાજદ્વારીઓએ મોટો નિર્ણય લીધો છે. શરૂઆતમાં આ બેઠક સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાનના પરમાણુ

કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે થવાની હતી, પરંતુ તાજા સૈન્ય ટકરાવને જોતા તેનું સ્થળ બદલીને દોહા

(કતાર) કરવામાં આવ્યું છે.
આ હાઈ-લેવલ બેઠકનો એજન્ડા હવે માત્ર હોર્મુઝ વિવાદ પર જ કેન્દ્રિત રહેશે. જ્યાં સુધી વાતચીત

ચાલશે ત્યાં સુધી હોર્મુઝમાંથી કોમર્શિયલ જહાજોની અવરજવર સામાન્ય રીતે ચાલુ રહેશે. આ બેઠકમાં

અમેરિકી ટેકનિકલ ટીમના વડા નિક સ્ટુઅર્ટ પણ સામેલ થાય તેવી સંભાવના છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને લાગુ કરવામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સૌથી મોટી કડી અને

અવરોધ બન્યું છે. કરાર મુજબ, ઈરાને આ દરિયાઈ માર્ગેથી પસાર થતા વેપારી જહાજોને સુરક્ષિત રસ્તો

આપવાનો વાયદો કર્યો હતો અને બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરથી પોતાની નૌકાસેનાની

નાકેબંધી હટાવવાનું હતું.
વિવાદનું કારણ: આવા સૈન્ય ટકરાવથી બચવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં જ અમેરિકી સેના અને ઈરાનની સેના

વચ્ચે હોટલાઈન બનાવવાનું નક્કી થયું હતું, જે હજુ સુધી શરૂ થઈ શકી નથી. આ દરમિયાન ઈરાને

નવી માંગ કરી છે કે હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોએ સીધું ઈરાની સત્તાવાળાઓ સાથે જ

કોઓર્ડિનેશન કરવું પડશે. અમેરિકા આ માંગને મૂળ કરારની મર્યાદા બહારની ગણાવી રહ્યું છે, જેના

કારણે બંને દેશો વચ્ચે તલ્ખી વધી ગઈ હતી જેને હવે દોહા બેઠકમાં ઉકેલવાનો પ્રયાસ કરાશે.

Tags: hormuz straitQatarus iran miting
Previous Post

મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન

Next Post

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન
તાજા સમાચાર

મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન

June 29, 2026
Next Post
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.