દિન પ્રતિદિન વધતી જતી મોઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. મોઘવારીના કારણે અનેક પરિવારો ગરીબી અને બેકારીના ખપ્પરમા હોમાય રહ્યા છે. ત્યારે કોગ્રેસ દ્વારા આજે મોઘવારીના વિરોધમાં બંધનુ એલાન આપવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે શહેરમાં કોગ્રેસના આગેવાનો બજારમાં બંધ કરાવવા નિકળયા હતા.
ભાવનગર શહેર અને જિલ્લામાં કોગ્રેસ દ્વારા મોઘવારીના વિરોધમાં સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે સવારે શહેર કોગ્રેસના આગેવાનો ઘોઘાગેટ ચોક ખાતે એકઠા થયા હતા અને સરકાર તથા મોઘવારીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને આગેવાનો તથા કાર્યકરો એમ.જી.રોડ, હાઈકોર્ટે રોડ સહિત વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા નિક્ળયા હતા અને વેપારીઓએ દુકાનો બંધ પણ કરી દીધી હતી પરંતુ કોગ્રેસના કાર્યકરો જતાની સાથે જ વેપારીઓએ દુકાનોના શટર ખોલી નાખ્યા હતા.