ભાવનગર,તા.૩
લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (સિટી) અને લિયો ક્લબ ઓફ ભાવનગર સિટીનો વર્ષ ૨૦૨૬-૨૭નો ઇન્સ્ટોલેશન તથા શપથગ્રહણ સમારોહ પી.એન.આર. સોસાયટી સ્થિત નટરાજ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.
આ પ્રસંગે અગ્રણી બિલ્ડર અને સમાજસેવક લાયન કુલદીપસિંહ ચુડાસમાએ પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે લાયન નિરવ દેવએ મંત્રી અને લાયન દિલીપ ત્રિવેદીએ ખજાનચી તરીકે પદભાર સંભાળ્યો હતો.
પ્રમુખ કુલદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ક્લબના “ઉી જીિvી”ના સૂત્રને આત્મસાત કરીને આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ જેવા માનવસેવાના પ્રકલ્પોને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવશે. આ સમારોહમાં ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.






