Saturday, July 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયાએ નક્કી કરેલા તમામ લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી યુક્રેન સામે યુદ્ધ શરૂ રહેશે : પુતિન

યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ રશિયાએ યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી યુક્રેન સામે લડાઈનું એલાન કર્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-04 11:50:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુક્રેન દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓને કારણે રશિયાની ઓઈલ રિફાઈનરીઓ અને સપ્લાય

સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પોતાની ઘરેલું બજારમાં પેટ્રોલ-ડીઝલની માંગને પહોંચી વળવા

માટે રશિયાને હવે ભારત સહિત અન્ય દેશો પાસેથી ઈંધણ ખરીદવાની ફરજ પડી રહી છે. આમ છતાં,

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધના મેદાનમાંથી પીછેહઠ કરવા જરાય મૂડમાં નથી. યુક્રેન દ્વારા

રજૂ કરવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી કાઢતા પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે,

રશિયાએ નક્કી કરેલા તમામ લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ જ રહેશે.
બીજી તરફ, રશિયા દ્વારા ગુરુવારે યુક્રેનની રાજધાની કીવ પર કરવામાં આવેલા ભયાનક હુમલામાં

જાનમાલનું મોટું નુકસાન થયું છે અને મૃત્યુઆંક વધીને 30 પર પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિ પુતિને આ

અંગે દાવો કર્યો છે કે, યુક્રેન રશિયાના ઊર્જા પ્લાન્ટ્સ (એનર્જી સેક્ટર્સ) પર હુમલા કરીને યુદ્ધના મોરચે

થઈ રહેલી પોતાની હાર પરથી વિશ્વનું ધ્યાન ભટકાવવા માંગે છે. જોકે, વૈશ્વિક સંરક્ષણ વિશ્લેષકોનું

માનવું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધના મેદાનમાં રશિયન સેનાની આગળ વધવાની ગતિ

નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે.
વ્લાદિમીર પુતિને સ્વીકાર્યું છે કે હાલનો સમય રશિયા માટે ખૂબ જ પડકારજનક છે, પરંતુ તેમણે આશા

વ્યક્ત કરી છે કે તેલ અને ગેસની આ કટોકટી પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવાશે. ઉલ્લેખનીય છે કે,

યુક્રેને તાજેતરના મહિનાઓમાં રશિયાના ઓઈલ અને ગેસ સ્ટેશનો પર 50 થી વધુ મોટા હુમલા કર્યા છે.

આ હુમલાઓમાં રશિયાની કુલ 33 રિફાઈનરીઓમાંથી 24 ને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેમાંથી

લગભગ અડધા કારખાનાઓમાં તેલ શુદ્ધિકરણનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
રશિયાના કબજા હેઠળના ક્રિમિયા દ્વીપકલ્પમાં (ક્રીમિયા પ્રાયદ્વીપ) પણ તેલ અને ગેસની ભારે અછત

સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતને કારણે ત્યાંના ફ્યુઅલ સ્ટેશનો પર વાહનોની કિલોમીટરો

લાંબી લાઈનો જોવા મળી રહી છે અને સામાન્ય જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.

Tags: putinrussia ukraine war
Previous Post

બલુચિસ્તાનમાં કોસ્ટગાર્ડ કેમ્પ ઉપર હુમલો : ૩૦ સુરક્ષાકર્મીના મોત

Next Post

જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાતથી ચીન નારાજ

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રિટનમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં ન આવતા વિવાદ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં હિન્દુ મંદિર બનાવવા માટે જમીન ફાળવવામાં ન આવતા વિવાદ

July 4, 2026
અમેરિકામાં શખ્સ શોપિંગ મોલમાં ફાયરિંગ કરી ફરાર : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં શખ્સ શોપિંગ મોલમાં ફાયરિંગ કરી ફરાર : બે લોકોના મોત

July 4, 2026
ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો
તાજા સમાચાર

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો

July 4, 2026
Next Post
જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાતથી ચીન નારાજ

જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાતથી ચીન નારાજ

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.