શહેરના રબર ફેક્ટરી સર્કલ નજીક આવેલા પરાગ એપાર્ટમેન્ટમાં છ૬ નંબરના એક બંધ ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને સાંજે ૪ વાગ્યે આ અંગેનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ બે ફાયર ફાઈટરની મદદથી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફ્લેટમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ફ્લેટ દિવ્યાબેન શાહનો હોવાનું જાણવા મળ્યું છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.





