Thursday, July 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું

પંજાબ પ્રાંતના ખાદ્ય વિભાગ દ્વારા ઘઉંના સપ્લાય અને ટ્રાન્સપોર્ટ પરમિટ બ્લોક કરી દેવામાં લોટની ગંભીર અછત સર્જાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-07-16 12:00:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આર્થિક તંગી અને મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર હવે વધુ એક મોટું સંકટ આવી પડ્યું છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ અને રાવલપિંડી સહિતના અનેક પ્રમુખ શહેરો પર લોટ (આટા) ની ગંભીર અછતનું જોખમ મંડરાઈ રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાદ્ય વિભાગ દ્વારા કોઈ પણ સત્તાવાર લેખિત આદેશ વિના અચાનક જ ઘઉંના સપ્લાય અને ટ્રાન્સપોર્ટ પરમિટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ઈસ્લામાબાદની આશરે 45 જેટલી લોટ મિલો સંપૂર્ણપણે બંધ થવાના આરે પહોંચી ગઈ છે, કારણ કે આ મિલોમાં ઘઉંનો સ્ટોક હવે સાવ ખાલી થઈ ગયો છે.

પાકિસ્તાની અખબાર ‘ડોન’ ના અહેવાલ મુજબ, પાકિસ્તાન ફ્લોર મિલ્સ એસોસિએશનની રાવલપિંડી શાખાએ ચેતવણી આપી છે કે જો ઘઉંનો સપ્લાય તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં નહીં આવે, તો ઈસ્લામાબાદ, રાવલપિંડી, મરી અને કોટલી સત્તિયાનમાં લોટની ભારે કટોકટી સર્જાશે. આ અછતને કારણે બજારમાં લોટની સંગ્રહખોરી, કાળાબજારી અને કિંમતોમાં અસહ્ય ઉછાળો આવવાની પૂરેપૂરી આશંકા છે. પંજાબ ફૂડ ડિપાર્ટમેન્ટે 13 જુલાઈના રોજ કોઈ પણ નોટિફિકેશન બહાર પાડ્યા વિના માત્ર મૌખિક રીતે જ પરમિટ સસ્પેન્ડ કરવાનો ‘તુઘલકી ફરમાન’ સંભળાવી દીધો હતો. આ નિર્ણયથી દરરોજ આવતો 8,000 ટન ઘઉંનો નિયમિત સપ્લાય સંપૂર્ણપણે અટકી ગયો છે.
ઈસ્લામાબાદના ઔદ્યોગિક વિસ્તારો (1-9 અને 1-10) માં આવેલી આ લોટ મિલો આ જોડિયા શહેરોની ખાદ્ય સુરક્ષા માટે કરોડરજ્જુ સમાન છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જો ઈસ્લામાબાદ માટે ઘઉંનો સપ્લાય વહેલી તકે વહાલ કરવામાં નહીં આવે, તો રાવલપિંડીની મિલો પણ પોતાનું ઉત્પાદન ઠપ કરી દેશે. આનાથી ઊભી થનારી અરાજકતા અને ખાદ્ય સંકટની તમામ જવાબદારી પંજાબના ફૂડ ડિપાર્ટમેન્ટની રહેશે. પીએફએમએ (પંજાબ) ના પ્રમુખ રિયાઝુલ્લાહ ખાને આક્ષેપ કર્યો છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ-અલગ બહાના હેઠળ વારંવાર સપ્લાય રોકવામાં આવી રહ્યો છે, જેના કારણે મિલ સંચાલકો ભારે આર્થિક નુકસાન વેઠી રહ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિને જોતાં લોટ મિલ એસોસિએશને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે ઘઉંના પરમિટ તાત્કાલિક બહાલ કરવામાં આવે અને ઓનલાઈન પરમિટ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવે. સંગઠનનું કહેવું છે કે ઓનલાઈન સિસ્ટમથી પારદર્શિતા વધશે અને વહીવટી તંત્રની આવી મનમાની અટકશે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે, તો પાકિસ્તાનની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય જનતાને રોટલીના પણ ફાંફા પડી શકે છે.

 

Tags: pakistan food crisis
Previous Post

સરકારે ડીઝલ અને જેટ ફ્યુલની નિકાસ પરના ટેકસમાં કર્યો વધારો

Next Post

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

dharmendravaghela

dharmendravaghela

Related News

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું
આંતરરાષ્ટ્રીય

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

July 16, 2026
ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ
તાજા સમાચાર

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

July 16, 2026
સરકારે ડીઝલ અને જેટ ફ્યુલની નિકાસ પરના ટેકસમાં કર્યો વધારો
તાજા સમાચાર

સરકારે ડીઝલ અને જેટ ફ્યુલની નિકાસ પરના ટેકસમાં કર્યો વધારો

July 16, 2026
Next Post
ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.