Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગારીયાધારમાં ગેરેજમાં રીપેરીંગ માટે મૂકેલી કારમાંથી ૮૮ હજારના ચાંદીના કડાની ચોરી

ઠાંસા ગામના શિક્ષકે ગાડીના ડેશબોર્ડમાં મૂકેલું ૪૦૦ ગ્રામનું કડું ચોરાતાં ગારીયાધાર પોલીસમાં નોંધાઈ ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-22 11:41:02
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાંસા ગામના વતની અને લુવારા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ દાનાભાઈ ગળસર (ઉ.વ. ૪૧) ની ઇક્કો કારમાંથી ૮૮ હજારની કિંમતના ચાંદીના કડાની ચોરી થઈ હોવાની ફરિયાદ ગારીયાધાર પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ ગત તા. ૨૫/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ગાડીમાં ખામી સર્જાતા ગોવિંદભાઈ બોનેટ ખોલી તપાસ કરી રહ્યા હતા. ત્યારે હાથમાં પહેરેલું ૪૦૦ ગ્રામનું ચાંદીનું કડું (અંદાજિત કિંમત રૂ. ૮૮,૦૦૦) કામમાં નડતરરૂપ લાગતાં તેમણે તે ગાડીના ડેશબોર્ડમાં મૂકી દીધું હતું.
ગાડી ચાલુ ન થતાં સવારે ૮:૩૦ વાગ્યે તેમણે પોતાની ઇક્કો ગાડી (GJ-04-DA-5503) ગારીયાધારના નવાગામ રોડ પર આવેલ ‘રાધે મોટર ગેરેજ’માં રીપેરીંગ માટે મૂકી હતી. સાંજે ૬ વાગ્યે ગાડી રીપેર થઈ ગયા બાદ ઘરે લાવીને ડેશબોર્ડમાં તપાસ કરતા કડું ગાયબ હતું.
કડું ચોરાયાની જાણ થતાં જ તેઓ ફરિયાદ કરવાના હતા, પરંતુ અચાનક તેમના માતા મેયબેનને છાતીમાં દુખાવો ઉપડતાં તેમને તાત્કાલિક અમદાવાદ હાર્ટના ઓપરેશન માટે લઈ જવા પડ્યા હતા.માતાની સારવાર પૂર્ણ થયા બાદ ગોવિંદભાઈએ ગારીયાધાર પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ચોરીની વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: chorigariyadhar
Previous Post

ચાવડીગેટ પાસે જૂની અદાવતમાં બે ડ્રાઈવરો વચ્ચે લોહિયાળ જંગ, સામસામી ફરિયાદ

Next Post

રાણપુર પંથકમાં PGVCLના દરોડા, 54 ક્નેક્શનમાંથી વીજ ચોરી પકડાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાણપુર પંથકમાં PGVCLના દરોડા, 54 ક્નેક્શનમાંથી વીજ ચોરી પકડાઈ

રાણપુર પંથકમાં PGVCLના દરોડા, 54 ક્નેક્શનમાંથી વીજ ચોરી પકડાઈ

ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા ખાતે વાંચન શિબિર યોજાઈ

ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા ખાતે વાંચન શિબિર યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.