રાષ્ટ્રીય વિરાસત ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા આંબલામાં વિશાલભાઈ ભાદાણીના અધ્યક્ષ સ્થાને તેમજ સર્વોદય સહકારી પ્રકાશન સંઘના પ્રમુખ રામચંદ્રભાઈ પંચોલીની વિશેષ ઉપસ્થિતિમાં વાંચન શિબિર યોજાઈ ગઈ.
રિલ્સના યુગમાં વિધાર્થીઓ પુસ્તકોને મિત્ર બનાવે તેવા શુભાશયથી સંગીતના સુમધુર ગાન સાથે વાંચન શિબિરનો શુભારંભ થયેલ.પુસ્તકોની જીવનમાં ઉપયોગિતા અને સંકટ સમયનો સાથી કહી વક્તાઓએ પુસ્તકોનું મહત્વ સમજાવવેલ.નિયામક મેહુલભાઈ,આચાર્યશ્રી વાઘજીભાઈ કરમટિયા,સંસ્થાના કર્મવીરો અને વિધાર્થીઓએ વાંચેલા પુસ્તકોનો રસાસ્વાદકરાવેલ. શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાના માર્ગદર્શન મુજબ વાંચન શિબિરનું આયોજન અને સંચાલન સુરેશભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ.





