ભાવનગર શહેરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે ચિત્રા વિસ્તારમાં બાતમીના આધારે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને કુલ રૂ.૪૬,૬૫૫ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો જોકે આરોપીઓમળી આવ્યા ન હતા.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ચિત્રા વિસ્તારના મામાની દેરી પાછળ રહેતા ભરતભાઇ ચાવડા અને નયનાબેન બારૈયાએ બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. આ દારૂ તેઓએ ચિત્રા-સિદસર રોડ પર તપોવન સ્કૂલ પાછળ આવેલી મહેશ્વરી સોસાયટીમાં સંજય ઉર્ફે ચોટલીના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે સંતાડ્યો છે. પોલીસે બાતમીવાળા મકાન પર દરોડો પાડતા આરોપીઓ હાજર મળ્યા ન હતા, પરંતુ ત્યાંથી તલાશી લેતા સ્થળ પરથી ૪૧ નાની-મોટી વ્હિસ્કીની બોટલો અને ૧૭૧ બિયરના ટીન મળી કુલ રૂ. 46,665નો મુદામાલ આવતા જપ્ત કર્યો હતો આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ ભરતભાઇ લીંબાભાઇ ચાવડા, નયનાબેન ઉર્ફે નનુબેન બારૈયા અને મકાન માલિક સંજય ઉર્ફે ચોટલી શુકલભાઇ શાખટને પકડવાના બાકી છે. તમામ વિરુદ્ધ ભાવનગર શહેર બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






